Question
પ્રમાણિત વિચલન એટલે શું $?$ તે શા માટે પ્રસારનું શ્રેષ્ઠ માપ ગણાય છે $?$

Answer

અર્થ :
  • આપેલી માહિતીના અવલોકનોના તેમના મધ્યકથી મેળવાયેલા વિચલનોના વર્ગોની સરેરાશના ધન વર્ગમૂળને
  • પ્રમાણિત વિચલન કહેવામાં આવે છે. તેને સંકેતમાં $'s\ ’$ વડે દર્શાવવામાં આવે છે.
પ્રસારનું શ્રેષ્ઠ માપ :
  • પ્રસારના જુદા જુદા માપો પૈકી પ્રમાણિત વિચલન પ્રસારનું શ્રેષ્ઠ માપ છે.
  • કારણ કે, તે પ્રસારના માપના નીચેના ઇચ્છનીય લક્ષણો ધરાવે છે :
  • પ્રમાણિત વિચલનની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે.
  • તેની ગણતરીમાં માહિતીના બધાં જ અવલોકનોનો ઉપયોગ થાય છે.
  • પ્રસારના અન્ય માપોની સરખામણીએ તે વધુ સક્ષમ માપ છે.
  • તે અન્ય બૈજિક પ્રક્રિયાઓ માટે અનુકૂળ માપ છે.
  • પ્રસારના અન્ય માપોની સરખામણીએ તેના પર નિદર્શના ફેરફારની અસર ઓછી થાય છે.
  • આંકડાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસમાં પ્રસારના આધારભૂત માપ તરીકે તેનો સવિશેષ ઉપયોગ થાય છે.
  • અલબત્ત પ્રસારના અન્ય માપોની સરખામણીમાં તેની ગણતરી અઘરી છે.
  • ઉપરાંત તેની ગણતરીમાં અતિ મોટા અને અતિ નાના અવલોકનોને વધુ મહત્વ આપવામાં આવે છે.
  • આમ છતાં પ્રસારના મોટા ભાગનાં ઇચ્છનીય લક્ષણો તે ધરાવે છે.
  • વ્યવહારમાં પ્રસારના માપ તરીકે તે અતિ ઉપયોગી અને આધારભૂત માપ છે.
  • તેથી તેને પ્રસારનું શ્રેષ્ઠ માપ ગણી શકાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f (x) = \sqrt{5600-4 x} , x \in R$ છે $x = 1000$ હોય ત્યારે $f (x)$ મેળવો તેમજ $x$ ની કઈ કિંમત માટે $f (x) = 20$ થશે $?$
એક કુટુંબના ત્રણ સભ્યો પતિ, પત્ની અને પુત્રીને એક ગ્રૂપફોટા માટે એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય ?
$4$ છોકરાઓ અને $3$ છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી,
$(i)$ કોઈ પણ બે છોકરીઓ એકસાથે ન આવે $?$
$(ii)$ છોકરાઓ અને છોકરીઓ વારાફરતી આવે $?$
મધ્યસ્થના લાભ તથા ગેરલાભ જણાવો.
એક ગુણોત્તર-શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર અનુક્રમે 4 અને -2 છે. જો શ્રેણીનું n મું પદ -128 હોય તો n ની કિંમત શોધો
જો $\mathrm{S}_{n}=\frac{5}{3}\left(4^{n}-1\right)$ હોય, તો $\mathrm{T}_{n+1}$ અને $\mathrm{T}_{3}$ શોધો.
એક ઓફિસમાં નોકરી કરતા $8$ કર્મચારીઓમાં $3$ સ્ત્રીઓ અને બાકીના પુરુષો છે. તાલીમ હેતુથી $3$ સભ્યોની પસંદગી કરવાની હોય, તો તેમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ પુરુષ કેટલા પ્રકારે પસંદ કરી શકાય $?$
એક માહિતીનો ચલનાંક $30 \%,$ મધ્યક $40$ અને વિષમતાક $0.25$ હોય, તો બહુલક શોધો.
સરળ યાદચ્છિક નિદર્શનના લાભ જણાવો.
એક માહિતીમાં મધ્યક $=\frac{9}{10}$ આ બહુલક અને પ્રમાણિત વિચલન $= \frac{1}{6}$ બહુલક હોય, તો વિષમતાંક શોધો.