Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનપર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો5 Marks
Question
પર્યાવરણના ઘટકોની સમજૂતી આપો.
✓
Answer
પર્યાવરણના મુખ્ય ચાર ઘટકો છે $: (1)$ મૃદાવરણ, $(2)$ જલાવરણ, $(3)$ વાતાવરણ અને $(4)$ જીવાવરણ.
$(1)$ મૃદાવરણ$:$ પૃથ્વીસપાટી પરના ઘન આવરણને ‘ મૃદાવરણ ’ કહે છે. તે ખડકો, ખનીજો અને માટીનું બનેલું છે. તેમાં પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, ખીણો, કોતરો વગેરે ભૂમિસ્વરૂપો જોવા મળે છે. મૃદાવરણ માનવીને રહેઠાણ માટે જમીન; વનસ્પતિ અને ખેતી માટે જમીન; પશુઓ માટે ઘાસચારાનાં મેદાનો તેમજ ઉદ્યોગો માટે ખનીજોના સ્રોત પૂરા પાડે છે.
$(2)$ જલાવરણ$:$ પૃથ્વી સપાટી પરના પાણીના આવરણને “જલાવરણ' કહે છે. પૃથ્વીસપાટીનો પાણીથી ઘેરાયેલો નીચાણવાળો ભાગ જલાવરણ તરીકે ઓળખાય છે. તેમાં મહાસાગરો, ઉપસાગરો, સરોવરો, અખાતો, ખાડીઓ, નદીઓ વગેરેનો સમાવેશ થાય છે. મહાસાગરો સંસાધનોના ભંડાર ગણાય છે.
$(3)$ વાતાવરણ$:$ પૃથ્વીની ચારેય બાજુએ વિસ્તરેલા વાયુમય આવરણને ‘ વાતાવરણ ' કહે છે. તેમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરે હોય છે. વાતાવરણનો ઓઝોન વાયુ સૂર્યનાં અત્યંત જલદ પારજાંબલી $($અસ્ટ્રાવાયોલેટ$)$ કિરણોનું શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને આ કિરણોની હાનિકારક અસરથી બચાવે છે. વાતાવરણને લીધે રેડિયો, ટેલિવિઝન અને મોબાઇલનાં પ્રસારણો શક્ય બને છે.
$(4)$ જીવાવરણ$:$ મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને ‘ જીવાવરણ' કહે છે, તેમાં માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. પ્રાણીસૃષ્ટિ પોતાનો ખોરાક અને અન્ય જરૂરિયાતો જીવાવરણમાંથી મેળવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.