Question
પવનોના પ્રકારો વિશે માહિતી આપો.

Answer

હવાના દબાણ આધારિત પવનોના મુખ્ય ત્રણ પ્રકારો છે $:(1)$ કાયમી પવનો $(2)$ મોસમી પવનો અને $(3)$ દૈનિક કે સ્થાનિક પવનો. $(1)$ કાયમી પવનો$:$ પૃથ્વીની સપાટી ઉપર કેટલાક વિસ્તારમાં બારેમાસ નિશ્ચિત દિશામાંથી વાતા પવનોને કાયમી પવનો ’ કહે છે વ્યાપારી પવનો, પશ્ચિમિયા પવનો અને ધ્રુવીય પવનો એ કાયમી. પવનો છે.
$(2)$ મોસમી પવનો$:$ પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો $R$ ઋતુ પ્રમાણે વાય છે. ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને ‘ મોસમી પવનો ' કહે છે. ઉનાળામાં મોસમી પવનો નેત્રત્ય દિશામાંથી અને શિયાળામાં મોસમી પવનો ઈશાન દિશામાંથી વાય છે. ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશોમાં મોસમી પવનો વાય છે. તેથી આ દેશોને મોસમી પવનોના દેશો કહે છે.
$(3)$ દૈનિક કે સ્થાનિક પવનો$:$ પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશોમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારના કારણે ઉદ્ભવતા પવનોને દૈનિક ’ કે ‘ સ્થાનિક પવન” કહે છે. દરિયાઈ લહેરો અને જમીનની લહેરો, પર્વતની લહેરો અને ખીણની લહેરો, ‘ લુ ’ અને ‘ શીતલહેર ’ વગેરે દેનિક કે સ્થાનિક પવનો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free