Question
ત્સુનામી વિશે ટૂંકમાં માહિતી આપો.

Answer

‘ ત્સુનામી $($Tsunami$)$ ' જાપાનીઝ ભાષાનો શબ્દ છે. ' સુ ' એટલે બંદર અને ‘ નામી ’ એટલે મોજાં.
સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ભારે $(7$ થી વધારે$)$ તીવ્રતાવાળો ભૂકંપ આવવાથી કે સમુદ્રી જ્વાળામુખી ફાટવાથી કે સમુદ્રીય ભૂસ્મલનથી સમુદ્ર કે મહાસાગરની સપાટી પર ખૂબ વિશાળ કદનાં, શક્તિશાળી અને અસાધારણ લંબાઈનાં વિનાશક મોજાં ઉત્પન્ન થાય છે. તેને ‘ સુનામી' કહેવામાં આવે છે.
ઘણું કરીને ત્સુનામી ઉત્પત્તિ સમુદ્રના પેટાળમાં થતા ભૂકંપ દ્રારા થાય છે. તેથી ત્સુનામીને ભૂકંપીય સાગરમોજાં તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્સુનામીનાં મોજાં તેના ઉત્પત્તિ સ્થાનેથી સમુદ્રકિનારા તરફ એક પછી એક હારબંધ આવતાં ભારે વિનાશક બની જાય છે. તેની ઝડપ કિનારા પાસે ઓછી થઈ જાય છે; જ્યારે ઊંચાઈ વધી જાય છે ત્યારે કિનારાના પ્રદેશોમાં ત્સુનામીનાં મોજાં પાણીની એક ઊંચી દીવાલ બનીને આગળ વધે છે અને ભારે વિનાશ સર્જે છે. જોકે હવે આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોથી ત્સુનામીનો ચોક્કસ અંદાજ કાઢી શકાય છે. તેથી તેના સૂચિત અસરવાળા વિસ્તારોમાંથી લોકોને સમયસર સ્થળાંતર કરાવી જાનહાનિ અટકાવી શકાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free