Question
ટૂંક નોંધ લખો  $:$ રાજપૂતોના ગુણો

Answer

રાજપૂતોના ગુણો નીચે પ્રમાણે હતા $: (1)$ રાજપૂતો શૂરવીર, ટેકીલા અને એકવચની હતા. તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા. $(2)$ તેઓ રણભૂમિમાં કદાપિ પાછી પાની કરતા નહિ. યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયાં કરતા અર્થાત્ મૃત્યુને ભેટતા. $(3)$ તેઓ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા. $(4)$ તેઓ શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતાં. $(5)$ તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળકપટ કે પ્રપંચ રમતા નહિ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free