Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનપ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર5 Marks
Question
ટૂંકનોંધ લખો: કથક
✓
Answer
'કથક' શબ્દ 'કથા' પરથી ઉતરી આવ્યો છે. કથાકાર પોતાના હાવભાવ અને સંગીતથી કથાને અલંકૃત કરતા હતા. ખાસ કરીને પંદરમી અને સોળમી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો. કથકના વિષયોમાં રાધા અને કૃષ્ણની કથાઓનો સમાવેશ થતો. મુગલ બાદશાહોના સમયમાં કથક નૃત્ય રાજદરબારોમાં રજૂ થતું, જ્યાં તે વિશિષ્ટ નૃત્યશૈલીના રૂપમાં વિકાસ પામ્યું. પંદરમી-સોળમી સદી બાદ કથક બે પરંપરાઓમાં વહેંચાયું. આ પરંપરાને 'ઘરાના' કહેવામાં આવે છે. આ બે પરંપરાઓમાં જયપુર અને લખનઉનો સમાવેશ થાય છે. $19$ મી સદીમાં અવધના નવાબ વાજિદઅલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી આ કલાને પુનર્જીવન આપ્યું હતું, જેને કારણે કથકનો વિકાસ થયો. તે પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, બિહાર અને મધ્યપ્રદેશ સુધી વિસ્તર્યું. કથકની રજૂઆતમાં ઉત્તમ વેશભૂષા અને અભિનય પર વધુ ભાર આપવામાં આવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.