આદિવાસી (અનુસૂચિત જનજાતિઓ) — સામાજિક વિજ્ઞાન ધોરણ 7 — Question
Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનઆદિવાસી (અનુસૂચિત જનજાતિઓ)3 Marks
Question
ટૂંક નોંધ લખો $:$ વિચરતી અને વિમુક્ત જાતિના વ્યવસાયો.
✓
Answer
વિચરતી અને વિમુક્ત જાતિના લોકો નીચે જણાવેલા વ્યવસાયો કરતા હતા: $(1)$ પશુપાલન પ્રવૃત્તિ કરતી વિચરતી જાતિના લોકો સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદતા અને એના બદલામાં તેઓ તેમને ઊન, ઘી વગેરે વસ્તુઓ આપતા. આમ, તેઓ વસ્તુ$-$વિનિમયનો વ્યવસાય કરતા હતા. $(2)$ કેટલીક વિચરતી જાતિઓ પશુઓ પર સરસામાન લાદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ એ સામાનનું વેચાણ કરતી હતી. $(3)$ વણજારા જાતિના લોકો અનાજ અને અન્ય ચીજવસ્તુઓ બળદો પર લાદીને શહેરોમાં વેચતા હતા. આ ઉપરાંત તેઓ મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં લાવતા અને અનેક ચીજવસ્તુઓ ભારત બહાર લઈ જતા. $(4)$ કેટલીક વિચરતી જાતિઓ ઘેટાં$-$બકરાં, ઘોડા, ગાય, ભેંસ અને બળદોનો વેપાર કરતી હતી. $(5)$ નાના$-$મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલાં દોરડાં, ઘાસની ચટાઈ$-$ચાદર અને મોટા થેલા વેચતા હતા. $(6)$ કાંગસિયા અને મોડવા નામની વિચરતી જાતિઓ બંગડીઓ અને સૌંદર્ય પ્રસાધનોનો વેપાર કરતી હતી. $(7)$ નટ$-$બજાણિયા નામની વિચરતી જાતિઓ વિભિન્ન અંગ$-$કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતી હતી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.