Question
ટૂંકનોંધ લખો $:$ અકબરની ધર્મસભા

Answer

અકબરને ધર્મસહિષ્ણુ અને ઉદાર શાસક ગણવામાં આવે છે. તેઓ ધર્મ સમજવા માટે સંતો$-$ઓલિઓને મળતા હતા. ધર્મને સમજવા માટે દર શુક્રવારે સિકીના ઈબાદતખાનામાં ધર્મસભા ભરતા હતા. ત્યાં દરેક ધર્મના પ્રતિનિધિઓને બોલાવી તેઓ ધર્મની ચર્ચા કરતા હતા. ધર્મની ચર્ચા થતી હોવાથી તેને ચર્ચાસભા પણ કહેતા હતા. આ ચર્ચાસભાના પરિણામ સ્વરૂપે અકબરે વિવિધ ધર્મોના સારા તત્વો લઈ “દિનેઈલાહી” ધર્મની સ્થાપના કરી હતી. ગુજરાતના જૈન મુનિ હિરવિજય સૂરિની અકબર પર એટલી અસર હતી કે તેમણે અમુક પવિત્ર દિવસોમાં પ્રાણીઓની કતાલ બંધ કરાવેલ તેમજ પોતે પણ માંસાહાર કરતા ન હતા. અકબરે રામાયણ, મહાભારત, બાઈબાલ જેવા ધર્મગ્રંથોના ફારસી અનુવાદ કરાવ્યા હતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free