Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનદિલ્લી સલ્તનત5 Marks
Question
ટૂંકનોંધ લખો $:$ દિલ્હી સલતનત નો અંત
✓
Answer
મહંમદ તુઘલુક પછી ફિરોજશાહ તુઘલકનું શાસન આવ્યું પણ આ સમયથી જ દિલ્લી સલ્તનતની સત્તા નબળી પડવા લાગી હતી. તુઘલક વંશના શાસન દરમિયાન તેમૂરે દિલ્લી ઉપર આક્રમણ કર્યું. દિલ્લીને લૂંટ્યું. આવી અરાજક્તા વચ્ચે ખિજખાન નામના લાહોરના હાકેમ દિલ્લી ઉપર સૈયદ વંશની સ્થાપના કરી. આ વંશના સુલતાનોની સત્તા દિલ્લી આસપાસના વિસ્તાર પૂરતી સીમિત હતી. બહલોલ નામના એક અફઘાન સરકારે ઈ.સ. $1451$ માં દિલ્હીના તખ્ત ઉપર લોદી વંશની સ્થાપના કરી. તેના પછી તેનો પુત્ર સિકંદર લોદી દિલ્હીના ગાદીએ આવ્યો. સિકંદરમાં સારા શાસકના ગુણો હતા; પણ ધર્મની બાબતમાં અસહિષ્ણુ હતો. તેના અવસાન પછી ગાદી માટે તકરાર જાગી. જેમાં ઈબ્રાહીમ લોદીએ મોટા ભાઈને હરાવીનેદિલ્હીની ગાદી સંભાળી. તેના અભિમાની વર્તનથી અમીરો નારાજ થયા. સમગ્ર રાજ્યમાં તેનો વિરોધ થયો. આ સમયે કાબુલના બાદશાહ બાબરે દિલ્લી ઉપર આક્રમણ કર્યું. ઈ.સ. $1526$ માં પાણીપતની લડાઈમાં ઈબ્રાહીમ લોદીને હરાવીને વિદેશથી આવેલા બાબરે મુઘલ સામ્રાજ્યનો પાયો નાખ્યો. અને આમ આમ દિલ્હી સલતનત નો અંત આવ્યો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.