એક ટાંકી $400$ લિટર પાણીથી ભરેલી છે. આવી $24$ ટાંકીમાં કેટલા લિટર પાણી સમાઈ શકે? જો એક ટાંકીના પાણીથી $25$ ડોલ ભરાય, તો આ $24$ ટાંકીના પાણીથી કેટલી ડોલ ભરાય?
એક માળી સફરજનનાં $632$ વૃક્ષો લાવે છે. તે એક હરોળમાં $18$ વૃક્ષો રોપવા ઇચ્છે છે, તો તેણે કેટલી હરોળમાં વૃક્ષો રોપવાં પડે? કેટલાં વૃક્ષ રોપાયા વગરનાં બાકી રહેશે?
રતિલાલ એક શહેરમાં $₹ \ 56$ પ્રતિ લિટરના ભાવે રોજનું $38$ લિટર દૂધ વેચે છે, તો તેમને રોજના કેટલા રૂપિયા મળે $?$ તેમને એક મહિનામાં કેટલા રૂપિયા મળે $?\ ($મહિનાના દિવસ $30$ લેવા.$)$
હરિયાણા અને મધ્ય પ્રદેશમાં ખેતમજૂરીનું દૈનિક મહેનતાણું અનુક્રમે $₹ \ 155$ અને $₹ \ 115$ છે. ધનીરામ હરિયાણામાં અને કાશીરામ મધ્ય પ્રદેશમાં ખેતમજૂરી કરે છે. ધનીરામને કાશીરામ કરતાં વાર્ષિક કેટલા રૂપિયા વધારે મળે છે ?
એક લંબચોરસ બગીચાનું માપ $32$ મી $\times 14$ મી છે. સવિતાબેને આ બગીચાનું કામ $1$ ચો મીટરના $₹ \ 120$ લેખે રાખ્યું, તો આ બગીચો તૈયા૨ ક૨વા માટે તેમને કેટલા રૂપિયા મળશે ?
એક રાહત સમિતિમાં $108$ સભ્યો છે. દરેક સભ્ય ફાળામાં $75$ રૂપિયા આપ્યા. એકઠી થયેલી રકમ $36$ ગરીબ વ્યક્તિઓને સરખા ભાગે વહેંચવામાં આવી, તો દરેક વ્યક્તિને કેટલી રકમ મળી હોય ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*