Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનદિલ્લી સલ્તનત4 Marks
Question
સલ્તનત સમયનાં સ્થાપત્યોનું વર્ણન કરો.
✓
Answer
સલ્તનત સમયનાં સ્થાપત્યો નીચે પ્રમાણે છે $: (1)$ સુલતાન કુતુબુદીન ઐબકે દિલ્લીમાં કુવત$-$ઉલ$-$ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી. $(2)$ તેણે દિલ્લીમાં મશહૂર કુતુબમિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી. તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શકાયો હતો. કુતુબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇસ્તુત્મિશે કુતુબમિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. $(3)$ કુતબુદ્દીન ઐબકે અજમેરમાં ‘ ઢાઈ દિનકા ઝોંપડા ’ નામની મસ્જિદ બંધાવી હતી. $(4)$ સુલતાન ઇસ્તુત્મિશના સમયમાં હોજ$-$એ$-$શમ્મી, શમ્મી ઇદગાહ અને જુમા મસ્જિદ નામનાં સ્થાપત્યો બંધાયાં હતાં. $(5)$ અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો, સીરી કિલ્લો, સીરી નગર અને હોજ એ$-$ખાસ નામનાં સ્થાપત્યો બંધાવ્યાં હતાં. $(6)$ તુગલકવંશના શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જોનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યાં હતાં. $(7)$ સૈયદવંશ અને લોદીવંશ દરમિયાન બંદખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠ કી મસ્જિદ, શિહાબુદીનનો મકબરો વગેરે સ્થાપત્યોનું નિર્માણ થયું હતું. આમ, સલ્તનતના શાસન દરમિયાન દિલ્લીમાં અનેક કિલ્લાઓ મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓનું નિર્માણ થયું હતું.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.