Question
સરેરાશ વિચલનના લાભ તથા ગેરલાભ લખો.

Answer

સરેરાશ વિચલન :
  • આપેલી માહિતીના અવલોકનોના તેમના મધ્યકમાંથી લીધેલા વિચલનોના માનાંકોની સરેરાશ કિંમતને સરેરાશ વિચલન કહેવામાં આવે છે.
  • તેને સંકેતમાં $‘MD'$ વડે દર્શાવવામાં આવે છે. જયાં, $(M D)=\frac{ Sl _{ i }-1}{ n }$
લાભ :
  • સરેરાશ વિચલનની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે.
  • તેની ગણતરીમાં માહિતીના તમામ અવલોકનોનો ઉપયોગ થાય છે, તેથી વિસ્તાર અને ચતુર્થક વિચલન કરતાં તે ચઢીયાતું માપ છે.
  • તેની કિંમત પર અતિ મોટા અને અતિ નાનાં અવલોકનોની અસર પ્રસારના અન્ય માપની સરખામણીએ ઓછી થાય છે.
  • અવલોકનોનું મધ્યકથી અંતર માપવા માટે અવલોકન અને મધ્યકના તફાવતના માનાંકનો ઉપયોગ કરવામાં આવે છે.
  • જે અંતર માટેનું યોગ્ય માપ છે.
  • સરેરાશ વિચલન સમજવામાં સરળ છે.
  • સામાજિક શાસ્ત્રોના અભ્યાસમાં તે વિશેષ ઉપયોગી માપ છે. ખાસ કરીને અર્થશાસ્ત્રમાં આર્થિક અસમાનતા નક્કી
  • કરવાના અભ્યાસમાં તેનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે.
ગેરલાભ :
  • વિસ્તાર અને ચતુર્થક વિચલનની ગણતરી કરતાં સરેરાશ વિચલનની ગણતરી અધરી છે.
  • તે અન્ય બૈજિક પ્રક્રિયાઓ માટે અનુકૂળ માપ નથી.
  • આ માપ મધ્યકમાંથી લીધેલા વિચલનોના માનાંક પર આધારિત છે, તેથી આંકડાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસમાં તેનો
  • ઉપયોગ ઓછો થાય છે.
  • ખુલ્લા છેડાવાળા આવૃત્તિ-વિતરણ માટે તેની ગણતરી થઈ શકતી નથી.
  • તેની ગણતરીમાં વિચલનોના ચિહ્નોની અવગણના કરવામાં આવે છે, જે ગાણિતિક રીતે તાર્કિક નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કોઈ એક માહિતી માટે અનિયમિત આવૃત્તિ$-$વિતરણ નીચે મુજબ મળે છે. તે પરથી દરેક વર્ગની વર્ગલંબાઈ તેમજ મધ્યકિમત દર્શાવતું આવૃત્તિ$-$વિતરણ તેયાર કરો.
વર્ગ $0-20$ $20-50$ $50-70$ $70-90$ $90-100$ કુલ
આવ્રુતિ $20$ $30$ $30$ $15$ $5$ $100$
પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત જણાવો.
$25, (x-6),(x-12)$ ગુણોત્તર$-$શ્રેણીમાં હોય, તો $x$ ની કિંમત શોધો.
k : X → Y માટે X = {t | t ∈ Z, -3 ≤ t ≤ 3}, Y = {a | a ∈ N, 1 ≤ a ≤ 20}, k = (t) = t2 + 2 હાય તો વિષય k નો પ્રકાર જણાવો.
એક માહિતીનાં આવૃતિ-વિતરણ માટે જો $n=100, \Sigma f(x-140)=0, \quad \Sigma f(x-140)^2=10,000$ અને બહુલક 147 હોય, તો વિષમતાંક શોધો.
પદિક નિદર્શનના લાભો જણાવો.
સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ વચ્ચેનો તફાવત સમજાવો.
પ્રમાણિત વિચલનના લાભ તથા ગેરલાભ લખો.
કોઈ એક વર્ષમાં શહેર ની કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ની વિધ્યાશાખાવાર સંખ્યા નીચે પ્રમાણે હતી તો તેને યોગ્ય આકૃતિ વડે દર્શાવો :
વિદ્યાશાખા વિનયન વાણીજ્ય વિજ્ઞાન ઇજનેરી તબીબી કાયદાશાસ્ત્ર
વિદ્યાર્થીઓની સંખ્યા $500$ $1300$ $900$ $400$ $200$ $300$
$\frac{1}{2}, \frac{1}{4}, \frac{1}{8} …$ આ ગુણોત્તર$-$શ્રેણીનો $10$ પદનો સરવાળો શ્રેણી સૂત્રથી શોધો.