નીચે આપેલી સંખ્યાઓનો લ.સા.અ. શોધો $:$
$(a) \ 9$ અને $4\ (b)\ 12$ અને $5\ (c)\ 6$ અને $5 \ (d)\ 15$ અને $4$
લ.સા.અ. શોધવાની પદ્ધતિમાં તમને સામાન્ય શું જણાયું?
શું દરેક કિસ્સામાં તે બે સંખ્યાનો ગુણાકાર છે?
ત્રણ ટૅન્કરોમાં અનુક્રમે $403$ લિટર$, 434$ લિટર અને $465$ લિટર ડીઝલ છે. આ સાધનની મહત્તમ ધારણશક્તિ $($સમર્થતા$)$ શોધો કે જે આ ત્રણેય ટૅન્કરોના ડીઝલને પૂરેપૂરું ગુણાંકમાં માપી શકે.
જુદા$-$જુદા રસ્તાની $3$ ટ્રાફિક લાઇટ અનુક્રમે દરેક $48$ સેકન્ડ$, 72$ સેકન્ડ$, 108$ સેકન્ડ પછી બદલાય છે. જો તે એક સાથે સવારે $7$ વાગે બદલાય, તો તે ફરીથી એક સાથે ક્યારે બદલાશે $?$
કોઈ ઓરડાની લંબાઈ$,$ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે $825$ સેમી$, 675$ સેમી અને $450$ સેમી છે. એવી સૌથી લાંબી ટેપ શોધો જે ઓરડાની ત્રણેય બાજુઓને પૂરેપૃરું માપી લે.
$3$ છોકરાઓ એક જ જગ્યાએથી પગ ઉપાડી ચાલવા ની શરૂઆત કરે છે.એમના પગલા નું માપ અનુક્રમે $63$ સેમી, $70$ સેમી અને $77$ સેમી છે. એમાંથી દરેક કેટલું લઘુતમ અંતર નક્કી કરે કે જે અંતર પૂરેપૂરું પગલામાં નિશ્ચિત થઇ જાય $?$
રેણુ $75$ કિગ્રા અને $69$ કિગ્રા વજનવાળી બે ખાતરની ગુણી ખરીદે છે. ખાતરના આ વજનનું મહતમ મુલ્ય શોધો કે જે બંને ગુણીના વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપ લઇ શકે છે.
અવિભાજ્ય અવયવો દ્વારા બે સહ-અવિભાજ્ય સંખ્યાઓ $4$ અને $15$ નો ગુ.સા.અ. આ પ્રમાણે શોધ્યો $: 4 = 2 \times 2$ અને $15 = 3 \times 5$ કારણ કે આ અવયવમાં કોઈ અવિભાજ્ય સામાન્ય અવયવ નથી એટલે $4$ અને $15$ નો ગુ.સા.અ. શૂન્ય છે. શું આ જવાબ સાચો છે? જો નથી તો સાચો ગુ.સા.અ. કયો છે?
સંખ્યા $18, 2$ અને $3$ બંને સંખ્યાથી વિભાજ્ય છે. તે $2 \times 3 = 6$ થી પણ વિભાજ્ય છે. એ જ પ્રમાણે એક સંખ્યા $4$ અને $6$ બંને સંખ્યાથી વિભાજ્ય છે. શું આપણે કહી શકીએ કે તે સંખ્યા $4 \times 6 = 24$ થી પણ વિભાજ્ય હશે. જો નહિ હોય તો તમારા જવાબને ચકાસવા માટે એક ઉદાહરણ આપો.
એક વર્તુળનું કેન્દ્ર $M$ છે. વર્તુળ ઉપર બિંદુ $P$ અને $Q$ છે, જો $\overline{\mathrm{PQ}}$ એ $M$ માંથી પસાર થાય, તો $\overline{\mathrm{PQ}}$ એ$.........$ છે
એક વર્તુળનું કેન્દ્ર $O$ છે. વર્તુળ ઉપર બિંદુ $X$ અને બિંદુ $Y$ છે, જો $\overline{\mathrm{XY}}$ એ $O$ બિંદુમાંથી પસાર ન થાય, તો $\overline{\mathrm{XY}}$ એ$..........$ છે
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*